________________
૨૯૩
કળશ
ઈમ તરણ તારણ સુગતિકારક, દુઃખનિવારણ જગજો; શ્રી વીર જિનવર, ચરણ થતાં, અધિક મન ઉલટ ભા. ૧ શ્રી વિજયદેવ સૂરાંદ પટધર, તીરથ જગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ, શિષ્યવાચક, કીતિવિજય સુરગુરુ સમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થો જિન ચોવીસ. ૩ સય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચઉમાસ એ; વિજય દશમી વિજય કારણ, કીધો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ; નિજર હેતે, સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૫
ચાર શમણાં
(૧) મુજને ચાર શરણ હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધમ પ્રકાશીયે, રત્ન અમુલખ લાધું છે. મુજ. ૧ ચિંહુ ગતિતણું દુઃખ છેદવા, સમરથ શરણ એહેજી; પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધાં શરણ એછે. મુજ. ૨ સંસારમાંહિ જીવને, સમરથ શરણાં ચારાજી; ગણિ સમય સુંદર ઈમ કહે, કલ્યાણ મંગળકારોજી. મુજ. ૩
- (૨) લાખ ચોરાશી છવ ખમાવીએ, મનધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિનવચને લહીએ ટેકેછે. લાખ. ૧