________________
૨૮૩
માનની સઝાય રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તે કિંમ સમક્તિ પાવે રે. ૨૦ ૧ સમક્તિ વિણ ચારિત્રનહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. ૨૦ સ વિનય વડો સંસારમાં, ગુણમાંહે અધિકારી રે; માને ગુણ જાએ ગળી, પ્રાણું જે જે વિચારી રે. ૨૦ ૩. માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો છે. રે. ૪ સુકાં લાકડા સારિખ, દુઃખદાયી એ બે રે ઉદયરત્ન કહે માનને, દેજે દેશવટે રે. રે૫