________________
-
ર૮૪
પરિશિષ્ટ વિભાગ
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન સકલ સિદ્ધિદાયક સદા, વીસે જિનરાય
સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નંદન ગુણ ગંભીર;
શાસન નાયક જગ, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ;
ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત !
સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગંવત. ૪ અતિચાર આલેઈએ, વ્રત ધરીએ ગુરુસાખ;
જીવ ખમા સયલ જે, યોનિ રાશી લાખ. ૫ વિધિશું વળી સિરાવીએ, પાપસ્થાનક અઢાર;
ચાર શરણ નિત્ય અનુસરે, નિંદ દુરિત આચાર. ૬ શુભ કરણ અનુમોદીએ, ભાવ ભલે મન આણ;
અણસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭. શુભગતિ આરાધન તણું, એ છે દશ અધિકાર;
ચિત્ત આણીને આદરે, જેમ પામે ભવપાર. ૮