________________
૨૮૨
ગજ ગતિ ચાલે ચાલતિ, સોહાગણ નારી તે આવે રે, કુંકુમ ચંદન ગહેલી,
જ મોતિડે ચોક પૂરાવે છેપર્વ....૮ રૂપા હે પ્રભાવના, કરીએ તવ સુખકારી રે શ્રી ક્ષમા વિજય કવિરાજને,
બુદ્ધ માણેકવિ જય જયકારી રે..પર્વ..૯
ક્રોધની સક્ઝાય
કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રસતણે રસ જાણીએ, હલાહલ તોલે. ક. ૧ ક્રોધે ફોડ પૂરવતણું, સંજમ ફલ જાય; ક્રોધ સહિત ત૫ જે કરે, તે તે લેખે ન થાય. ક. ૨ સાધુ ઘણે તપીઓ હતો, ધરતે મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ. ક. ૩ આગ ઊઠે જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળને જોગ જે નવિ મળે, તે પાસેનું પરજાળ. ક. ૪ ક્રોધિત ગતિ એહવી, કહે કેવલનાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી. ક. ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજે ગળે સાહી; કાયા કરજે નિર્મની, ઉપશમ રસે નાહી. ક. ૬