________________
૨૮૧
પર્યુષણની પર્વ પજુસણ આવિયાં, આનંદ અંગ ન માય, ઘર ઘર ઉત્સવ અતિ ઘણા,
શ્રી સંઘ આવે ને જાય રે...પર્વ...૧ જીવ અમારી પડાવીએ, કીજીએ વ્રત પચ્ચકખાણ રે, ભાવ ધરી ગુરૂ વાદીએ,
સુણુએ સૂત્ર વખાણ રે..............૨ આઠ દિવસ એમ પાલીએ, આરંભનો પરિહારે રે, ન્હાવણ, ધવણ–ખંડણ,
લીપણુ-પીસણ વારે રે...પર્વ...૩ શક્તિ હોય તે પચ્ચક્ખીએ, અઠ્ઠાઈએ અતિ સારે રે, પરમ ભક્તિ-પ્રીતિ લાવિએ,
સાધુને ચાર આહારો રે..પર્વ.....૪ ગાય સહાગણ સવિ મલિ, ધવલ મંગલ ગીત રે, પકવાને કરી પોષીએ,
પારણે સ્વામી મન પ્રીત રેપર્વ...૫ સત્તર ભેદી પૂજા ચી, પૂજીએ શ્રી જિનરાજ રે, આગળ ભાવના ભાવિયે,
પાતિક મલ ધોવાય રે...પર્વ લેચ કરાવે સાધુજી, બેસે બેસણું માંડી રે, શિર વિલેપન કીજીએ,
આળસ અંગથી છેડી રે...પર્વ....૭