________________
ર૮૦
ઘરને ધંધે ઘણે કર્યો પણ, એક ન આવ્યો આડે પરભવ જાતાં પાલવ જાલે, તે મુજને દેખાડે...૩ માગશર સુદી અગીયારસ હેરી, નેવું જિનના નિરખે. દોઢસે કલ્યાણક મહેતા, પિથી જોઈને હરખે....આ...૪ સુવ્રત શેઠ થ શુદ્ધશ્રાવક, મૌન ધરી મુખ રહી પાવક પુર સઘળો પર જાન્ય, એહનો કાંઈન દહીયે...૫ આઠ પહેરને પિસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ મન વચન કાયા જે વશ કરીએ, તે ભવસાગર તરીએ.....૬ ઈ સમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેસે પડિકમણું શું પ્રેમ ન રાખે, કહે કિમ લાગે લેખે....૭ કર ઉપર તે માળા ફિરતી, જીવ ફરે વન માંહી ચિત્તડું તો ચિહું દિશિચે દેડે, ઈણ ભજને સુખ નાંહી....૮ પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાંધે કાંઈક પાપ મિટાવણ આવે, બોરગણું વળી બાંધે..૯ એક ઉઠતી આળસ મરડે, બીજી ઉંઘે બેઠી નદીઓમાંથી કાંઈક નિસરતી, જઈ દરિયામાં પિઠી...૧૦ આઈ બાઈ નણંદ ભેજાઈ, ન્હાની મોટી વહુને સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને..૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે પિસહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે....૧૨