________________
૨૭૫
(સંસારના સગપણની) સણું તારૂં કોણ સાચું રે સંસારીયામાં, પાપને તે ના પાયે, ધરમમાં તું નહિ ધાયો
ડાહ્યો થઈને તું દબાયે રે....સંસારી. ૧ ફૂડું ફૂડું હેત કીધું, તેને સાચું માની લીધું,
અંતકાલે દુઃખ દીધું રે....સંસારી. ૨ વિસવાસે હાલા કીધા, પિયાલા ઝેરના પીધા,
પ્રભુને વિસારી દીધા રે....સંસાર. ૩ મનગમતામાં મહાલ્ય, ચોરને મારગ ચાલ્યા
પાપીઓને સંગ ઝાલ્યો રે..સંસારી. ૪ ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધે;
ઋષભદાસ કહે દો દીધો રે....સંસારી. ૫
તપની સઝાય કીધાં કમ નકંદવા રે, લેવા મુક્તિનું દાન હત્યા પાતિક છુટવા રે, નહિ કોઈ તપ સમાન;
ભવિકજન તપ કરજે મન શુદ્ધ...૧ ઉત્તમ તપના વેગથી રે, સેવે સુર નર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મન વાંછિત ફલ થાય...૨ તીર્થંકર પદ પામીએ રે; નાસે સબલા રેગ; રુપ લીલા સુખ સાહ્યબી રે, લહીયે તપ સં ગ ...૩ અષ્ટ કર્મના સમુહને રે, ટપ ટાલે તત્કાલ; અવસર પામી એહને રે, તપ કરજો ઉજમાલ...૪