________________
૨૭%
રૂપે વળી સુર સારિખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુઃખ સંસાર રે. પ્રા. ૬ સુરનર જસ સેવા કરે છે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કમે વિડંબીયા રે, તો માણસ કઈ માત રે. પ્રા. ૭ . દેષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણહાર, દાનમુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર છે. પ્રા. ૮
અરે કીસ્મત તું ઘેલું, રડાવે તું હસાવે તું, ઘડી ફેદ ફસાવેને, સતાવે તું રીબાવે તું. ઘડી આશામાં વહેતું, ઘડી અંતે નિરાશા છે વિવિધ રંગો બતાવે તું, હસે તને રડાવે તું.......૨ કેઇની લાખ આશાઓ ઘડીમાં ધૂળ ધાણું થઈ પછી પાછી સજીવન થઈ, રડેલાને હસાવે તું ....૩ રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતાં નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કેઈનું થાતું........૪ વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા ન મમ કેઈ શકે જાણી, અતિ છે ગૂઢ અભિમાની...૫ સદાચારી જ સંતને, ફસાવે તું રડાવે તું કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરતું ...૬ અરે આ નાવ જીદગીનું, ધર્યું છે હાથ મેં તારે ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વિનવે તુજને
અરે...........૭