________________
૨૭૦
વૈરાગ્યની સજઝાય
આવ્ય પ્રાણી એકલો રે પરભવ એકલો જાય, પુણ્ય પાપ દોનું સાથ ચલે રે સ્વજન ન સાથી થાય રે, ધરે જિન ધર્મશું રંગ, પામે સુખ અભંગ રે પ્રાણું....૧ માત રહે ઘર સ્ત્રી રહે છે, પિળે વળાવી કંત સ્વજન વળે સ્મશાનથી રે, પ્રાણ ચલે પરપંચ રે
પ્રાણી...૨ સ્વારથી મેળાવડે રે, સ્વજન કુટુંબ સમુદાય સુખ દુઃખ સહે જીવ એકલો રે, તે તે કુળમાં નહીં
વહેમાય રે. પ્રાણી....૩ પ્રાણ ભેગ લખ આપીને રે, વસુમતિ કરી નિજ હાથ ચકી હરી ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે,
પ્રાણી...૪ લખપતિ છત્રપતિ સવિ ગયા રે, અદ્ધિ ન ગઈતસ સાથ હાક સુણું જન જે થરથરે છે, તે ગયા ખાલી હાથ રે
પ્રાણી...૫ અભિમાની રાવણ ગયે રે, જગ જસ લઈ ગયે રામ આખર જાવું એકલું રે, અવસર પહોંચે જાય રે
પ્રાણું.... ૬ એકાકીપણું આદર્યું રે, છેડયું મીથિલા રાજ વલય દષ્ટાંતે બુઝી રે, ત્યાગી થયા નમિરાય રે
પ્રાણી...૭