________________
૨૬o
અઢાર સહસ સાધુને વિધિશું, વાંધા અધિકે હરખે; પછી શ્રી નેમિ જિનેશ્વર કેરાં, ઊભાં મુખડાં નિર એ. હે.
પ્રભુજી નહિ જાઉં. ૨ નેમિ કહે તમે ચાર નિવારી, ત્રણ તણું દુઃખ રહીયાં કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદું, હર્ષ ધરી મન હૈયાં.
હે પ્રભુજી નહિ જાઉં. ૩ નેમિ કહે એ ટાળ્યાં ન ટળે, એ વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાલ બ્રહ્મચારી, નેમિ જિનેશ્વર ભ્રાત.
હો પ્રભુજી નહિ જાઉ. ૪ મોટા રાજની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે, સુર તરુ સરિખા અફલ જશે ત્યારે,
વિષ વેલડી કેમ ફલશે. હે પ્રભુજી નહિ જાઉં. ૫ પેટે આવ્યા તે ભેરિંગ વેઠે, પુત્ર કપુત્ર જ જા; ભલો ભૂડે પણ જાદવ કૂળને, તુમ બાંધવ કહેવાય,
હે પ્રભુજી નહિ જાઉં. ૬ છપ્પન કોડ જાદવને રે સાહેબે કૃષ્ણ જે નરકે જાશે, નેમિ જિનેશ્વર કે રે બાંધવ, જગમાં અપજશ થાશે.
હે પ્રભુજી નહિ જાઉં. ૭ શુદ્ધ સમક્તિની પરીક્ષા કરીને, બોલ્યા શ્રી કેવલનાણી; નેમિ જિનેશ્વર દીયે રે દિલાસો, ખરે રૂૌ જાણી.
હે પ્રભુજી નહિ જાઉં. ૮