________________
૨૫૮
આઈ ગજ ખંધે બેસાડયાં, સુત મળવાને પધાર્યા, કહે એહ અપૂરવ વાજા, કણ વાજે છે તે તાજા રે,
સુણે....૬ તવ ભરત કહે સુણે આઈ, તુમ સુતની એ ઠકુરાઈ, તુમ સુત ઋદ્ધિ આગે સહુની, વણ તોલે સુરનર બેહની રે,
સુણે...૭ હરખે નયને જલ આવે, તવ પડલ બેઉ ખરી જાવે, હું જાણતી દુ:ખીએ કીધે, સુખીઓ ને સહુથી અધિકે રે,
સુણે...૮ ગયાં મહ અનિત્યતા ભાવે, તવ સિદ્ધસ્વરૂપી થાવે, તવ જ્ઞાનવિમલ શિવનારી, તસ પ્રગટે અનુભવ સારી રે,
સુણે....૯ (જબૂસ્વામી-દાળ બીજી) ગુરુ વાંદી ઘર આવીયા રે, પામી મન વૈરાગ, માત પિતા પ્રત્યે વિનવે રે, કરશું સંસારને ત્યાગ૧
માતાજી, અનુમતિ ઘો મુજ આજ, જેમ સીઝે વંછિત કાજ, માતાજી અનુમતિ.
ચારિત્ર પંથ છે દોહિલે રે, વ્રત છે ખાંડાની ધાર, લઘુ વય છે વત્સ તુમ તણું રે, કેમ પળે પંચાચાર, કુંવરજી, વ્રતની ન કરો વાત,
તું મુજ એક અંગજાત કુંવરજી. વત....૨