________________
૨પ૭
મરૂદેવા માતાની એક દિન મરૂદેવી આઈ, કહે ભરતને અવસર પાઈ તું તે ષટખંડ પૃથ્વી માણે,
મારા સુતનું દુઃખ નવિ જાણે રે સુણો પ્રેમધરી...૧ તું તે ચામર છત્ર ધરાવે, મારે ઋષભ પંથે જાવે, તું તે સરસા ભેજન આશી,
મારે અષભ નિત્ય ઉપવાસી રે, સુણે....૨ તું તે મંદિરમાં સુખ વિલસે, મારો અંગજ ધરતી ફરશે, તું તે સ્વજને કુટુંબે મહાલે, મારે ઋષભ એકલે
ચાલે રે, સુણે..૩ તું તો વિષયતણે સુખ શોચી,
મારા સંતની વાત ન પૂછી એમ કહેતા મરૂદેવી વયણે,
આંસુ જળ લાગ્યાં નયણે
સુણે....૪ એમ સહસ વરસને અંતે,
લહ્યું કેવલ ઋષભ ભગવંતે હવે ભરત ભણે સુણે આઈ,
સુત દેખી કરે વધાઈ રે
સુણે...૫
૧૭