________________
પર સક્ઝાય વિભાગ
( શ્રી નવકારની ) શ્રી નવકાર જપ મનરંગે, શ્રી જિન શાસન સાર રે, સર્વ મંગલમાં પહેલું મંગલ,
જપતાં જય જયકાર રે...શ્રી...૧ પહેલે પદ ત્રિભુવન જનપૂજિત, પ્રણમું શ્રી અરહિંત રે, અષ્ટ કર્મવરજિત બીજે પદ,
ધ્યાવો સિદ્ધ અનત રે...શ્રી...૨ આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે, ચેાથે પદ ઉવજઝાય જપીજે,
સૂત્ર સિદ્ધાન્ત સુજાણ રે....શ્રી.....૩ સર્વ સાધુ પંચમ પદ પ્રણમું, પંચ મહાવ્રત ધાર રે, નવ પદ અષ્ટ ઈહાં છે સંપદા,
અડસઠ વરણ સંભાર રે....શ્રી....૪ સાત અક્ષર અ છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર રે, સાત સાગરનાં પાતક વણે,
પદ પંચાશ વિચાર રે....શ્રી...૫ સંપૂરણ પણસય સાગરનાં, જાયે પાતક દૂર રે, ઈહ ભવ સર્વ કુશલ મનવાંછિત,
પરભવ સુખ ભરપૂર રે..શ્રી