________________
૨૪૫
શ્રી શત્રુ જય આદિજિન આવ્યા, પૂરવનવાણુ વારજી, અનંતલાભ ઈહાં જિનવર જાણ, સમોસર્યા નિરધાર; વિમળા ગિરિવર મહિમા મોટે, સિદ્ધાચલ ઈણે ઠામજી, કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા, એકસો આઠ ગિરિનામજી
શ્રી સીમંધરજિન સ્તુતિઓ
(૧)
શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જય જયકારી, ધનુષ પાંચસે કંચનવરણ, મૂરતિ મેહનગારીજી; વિચરતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારી, પ્રહ ઊઠી નિત્ય નામ જપી જે, હૃદયકમલમાં ધારીજી...૧
સીમંધર–યુગબાહુ-સુબાહુ, સુજાત-સ્વયં પ્રભનામજી, અનંત-સુર–વિશાલ વજીધર, ચંદ્રાનન-અભિરામજી; ચંદ્ર-ભુજંગ-ઈશ્વર-નેમિપ્રભ, વીરસેન ગુણધામ, મહાભદ્રને દેવયશા વલી, અજિત કરૂં પ્રણામ....૨
પ્રભુ મુખવાણી બહુ ગુણખાણી, મીઠી અમીય સમાણુજી, સૂત્ર અને અર્થે ગુંથાણું, ગણધરથી વીર વાણીજી; કેવલનાણું બીજ વખાણ શિવપુરની નિશાણીજી, ઊલટ આણ દિલમાંહે જાણું, વ્રત કરો ભવિપ્રાણજી...૩