________________
૨૪૩
શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર,
ઠાકુર રામ અપાર મંત્રમાંહે નવકાર જ જાણું, તારાંમાં જેમ ચંદ્ર વખાણું,
જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ ઝષભને વંશ,
નાભિતણે એ અંશ ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશૂરા મુનિવર મહંત,
શત્રુંજયગિરિ ગુણવંત....૧ ઋષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા,
પદ્મપ્રભ સુખકંદા શ્રી સુપા ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવ બહુ બુદ્ધિ,
વાસુપૂજય મતિ શુદ્ધિ, વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ,
| મુનિસુવ્રત શુદ્ધ પતિ નમિ નેમ પાસ વીર જગદીશ નેમ વિના એ જિન તેવીશ,
સિદ્ધગિરિ આવ્યા ઇશ...૩ ભરતરાય જિન સાથે બોલે, સ્વામી શત્રુંજયગિરિ કુણ તોલે
જિનનું વચન અમેલે, રાષભ કહે સુણે ભરતજી રાય, “છરી’ પાલતાં જે નર જાય
પાતિક ભૂકો થાય,