________________
૨૪૨
તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહિધર જેમજી, મુનિવરમાંહિ જિનવર મહોટા, પર્વ પજુસણ તેમજી; અવસર પામી સાહમિવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિનદેવી સિદ્ધાર્થ દિનદિન અધિક વધાઈજી. ૪ શ્રી સિદ્ધાચલજીની સ્તુતિઓ
(૧) શત્રુંજયમંડળ, ઋષભજિકુંદ દયાળ, મરુદેવાનંદન, વંદન કરૂં ત્રણકાળ, એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણું લાભ અપાર. ૧ વીશ તીર્થકર, ચઢીયા ઈસુ ગિરિરાય, એ તીરથના ગુણ, સુરાસુરાદિક ગાય, એ પાવનતીરથ, ત્રિભુવન નહિં તલ તેલ, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. ૨ પુંડરિકગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ પંચમી ગતિ પહોતા, મુનિવર કડાકેડ, ઈણ તીરથે આવી, કર્મવિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજ્યકેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિજિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડજક્ષ ગણભૂર, શ્રી રવિ બુદ્ધ સાગર, સંઘનાં સંકટ ચૂર. ૪