________________
ર૩૯
પર્વ પજુસણ પુણ્ય પામી, શ્રાવક કરે એ કરણીજી, આઠે દિન આચાર પળાવે, ખાંડણ–પસણ ધરણીજી; સૂક્ષમ–બાદર જીવન વિણસે, દયા તે મનમાં જાણેજી, વીરજિનેસર નિત્ય પૂજીને, શુદ્ધ સમકિત આણે. ૧ વ્રત પાળને ધરે તે શુદ્ધ, પાપ વચન નવિ બેલેજી, કેસર ચંદને જિન સવિ પૂજે, ભવ ભય બંધન ખેલેજી; નાટિક કરીને વાજિંત્ર વગાડે, નરનારીને ટેલેજી, ગુણગાવે જિનવરનાણવિધિ, તેહને કેઈ ન તોલેજી. ૨ અઠ્ઠમભક્ત કરી લઈ પસહ, બેસી પૌષધ સાલેજ, રાગ-દ્વેષ-મદ-મચ્છર છાંડી, કુડ-કપટ મન ટાલેજી; કલ્પસૂત્રની પૂજા કરીને, નિશદિન ધર્મ મહાલેજ, એહવી કરશું કરતાં શ્રાવક, નરક નિગોદાદિક ટાળે છે. ૩ પડિકકમણું કરી શુદ્ધ ભાવે, દાન સંવત્સરી દીજેજી, સમકિતધારી જે જિનશાસન, રાત-દિવસ સમરીજે જી; પારણવેલા પડિલાભીને, મનવંછિત મહત્સવ કીજે, ચિત્તાખે પજુસણ કરશે, મનમાન્યાં ફલ લેશેજી. ૪
વરસ દિવસમાં અષાડ ચોમાસું તેમાં વળી ભાદર માસ,
આઠ દિવસ અતિ ખાસ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરે ઉપવાસ,
પિસહ લીજે ગુરુ પાસ