________________
૨૩૦
શ્રી પંચમીની સ્તુતિ
શ્રાવણ સુદી દિન પંચમીએ, જમ્યા નેમિ જિર્ણોદ તે, શ્યામ વરણ તનુ ભતું એ, મુખ શારદકે ચંદ તે; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કરમ હેલે હણુએ, પહેતા મુક્તિ મહંત તે....૧ અષ્ટાપદ પર આદિ જિનએ, પહત્યા મુક્તિ મઝાર તે, વાસુપૂજય ચંપાપુરીએ, શ્રીનેમિ મુક્તિ ગિરનાર તે પાવાપુરી નગરીમાં વળીએ, શ્રી વીરતણું નિર્વાણ તે, સમેતશિખર વિશ સિદ્ધ હુઆએ,
શિર વહુ તેહની આણ તે....૨ નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તે, જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તે, મૃષા ન બોલે માનવીએ, ચેરી ચિત્ત નિવાર તે, અનંત તીર્થકર એમ ભણે એ, પરિહરીએ પરનાર તે....૩
ગોમેધ નામે જક્ષ ભલએ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાનિધ્ય જે કરે એ, કરે વળી ધર્મનાં કામ તે; તપગચ્છનાયક ગુણનીએ, શ્રી વિજયસેન સૂરિરાયત, ઋષભદાસ પાય સેવતાંએ, સફળ કરે અવતાર તે..૪