________________
રસ્ટ
બીજની સ્તુતિ
દિન સકલ મનેહર, બીજ દિવસ સુવિશેષ, રાયરાણ પ્રણમે, ચંદ્રતણું જિહાં રેખ; તિહાં ચંદ્રવિમાને, શાશ્વતાજિનવર જેહ, હું બીજ તણે દિન, પ્રણનું આણી નેહ....૧
અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઇત્યાદિક જિનવર, જન્મ-જ્ઞાન-નિરવાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ....૨
પરકા બીજે, દુવિધ ધર્મ ભગવંત, જેમ વિમળ કમળ હોય, વિપુલ નયન વિકસંત, આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિહાર...૩
ગજ ગામિની કામિની, કમળ સુકોમળ ચીર, ચકકેસરી કેસર, સરસ સુગંધ શરીર; કરજેડી બીજે, હું પ્રણમું તલ પાય, એમ લબ્ધિવિજય કહે, પૂરો મને રથ માય....૪