________________
૨૨૮
જય જય ભવિ હિતકર, વીરજિનેશ્વર દેવ, સુર નરના નાયક, જેહની સાર સેવ; કરુણરસ કે દે, વંદે આનંદ આણી, ત્રિશલા સુત સુંદર, ગુણમણિ કેરો ખાણું...૧
જસ પંચકલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન–જન્મ-વત, નાણુ અવે નિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ... ૨
જિહાં પંચ સમિતિયુત, પંચ મહાવ્રતસાર જેહમાં પરકાશ્યા, વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞને પારંગ એહ પંચ પદે લો, આગમ અર્થ ઉદાર....૩
માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી; શાસન સુખદાઈ, આઈ સુણ અરદાસ, શ્રી જ્ઞાનવિમલગુણ, પૂરો વંછિવ આશ....૪