________________
૧૯૨
(૮) પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે મનહરખે ઘણું રે લોલ પ્રભુજી સંઘ ઘણેર આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ, પ્રભુજી આવ્યું પાલીતાણું શહેર કે,
તલાટી શેભતી રે લોલ...૧ પ્રભુજી ગિરિરાજ ચઢતાં કે, મનહરખે ઘણું રે લોલ; પ્રભુજી આ હિંગલાજનો હડે કે,
કેડે હાથ દઈ ચડે રે લોલ...૨ પ્રભુજી આવી રામજપળ કે, સામી મોતીવસી રે લોલ; મોતીવસી દીસે ઝાકઝમાલ કે,
જોયાની જુગતિ ભલી રે લોલ....૩ પ્રભુજી આવી વાઘણ પિળ કે, ડાબા ચકકેસરી રે લોલ, ચકકેસરી જિનશાસન રખવાળ કે,
સંઘની સહાય કરે રે લોલ...૪ પ્રભુજી આવી હાથણ પિળ કે, સામા જગધણી રે લોલ, પ્રભુજી આવ્યા મૂલ ગભારે કે,
આદીશ્વર ભેટી ઓ રે લોલ..... ૫ આદીશ્વર ભેટે ભવદુઃખ જાય કે, શિવસુખ પામીએ રે લોલ, પ્રભુજીનું મૂખડું પૂનમ કે ચંદ કે,
મોહ્યા સુરપતિ રે લોલ... ૬ પ્રભુજી તુમ થકી નહિ રહું દૂર કે, ગિરિપંથે વસ્યા રે લોલ; એવી વીરવિજ્યની વાણું કે,
શિવસુખ પામીએ રે લોલ... ૭