________________
(૬) તમે તે ભલે બીરાજે છે, સિદ્ધાચલકે વાસી,
સાહિબ, ભલે બિરાજોજી. મરૂદેવીને નંદન રૂડે, નાભિનરિંદ મલ્હાર જુગલા ધર્મ નિવારણ આવ્યા,
પૂર્વનવાણું વાર... તમે તે....૧ મુળનાયકની સન્મુખ રાજે, પુંડરીક ગણધાર પંચ કોડશું ચૈત્રી પૂનમે,
વરીઆ શિવવધૂ સાર... તમે તે...૨ સહસકોટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ ચઉદસે બાવન ગણધરનાં,
પગલાં વામ જગશ તુમે તો....૩ પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ અષ્ટાપદ એવીશ જિનેશ્વર,
સમેત વીશ જિર્ણદ.તમે તો...૪ મેરૂ પર્વત ચત્ય ઘણેરા ચઉમુખ બિંબ અનેક બાવન જિનાલય દેવળ નિરખી,
હરખ લહુ અતિરેક...તમે તો....૫ સહસ્ત્રફણા ને શામળા પાસજી, સમવસરણ મંડાણ છીપાવસી ને ખરતરવસી કાંઈ,
પ્રેમવસી પરમાણ...તુમે તે.....૬