________________
૧૮૬
શેત્રુ જા ગઢના વાસી રે, મુજ માનજે રે, સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે. પ્રભુ મેં દીઠે તુમ દેદાર, આજ મને ઉપજો હરખ અપાર.. સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંગશે રે
સાહિબાની સેવા રે, શિવસુખ આપશે રે..૧ એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે ચોરાસી લખ ફેરા રે, દૂર નિવારજે રે પ્રભુ મને દુર્ગતિ પડતે રાખ, પ્રભુ મને દરિસણ વહેલું
દાખ... સાહિબા...૨ દેલત સવાઈ રે સોરઠ દેશની રે બલિહારી હું જાઉં રે પ્રભુ તારા વેશની રે પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુર નર વૃદને ભૂપ
.... સાહિબા....૩ તીરથ કોઈ નહિ રે, શેત્રુજા સારખું રે, પ્રવચન પેખીને, કીધું મેં તે પારખું રે ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ
..સાહિબા....૪ ભવભવ માંગુ રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે, જગમાં જે વિના રે, પ્રભુ મારા પૂરે મનના કોડ, ઈમ કહે ઉદયરન કર જોડ
...સાહિબા....૫