________________
૧૮૫
મારગદેશક અવિનાશી પણું, આચાર વિનય સંકેત સહાયપણું ધરતાં સાધુજી,
પ્રણને એહી જ હેતે..ભવિ...૧૨ વિમલેશ્વર સાનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી પદ્યવિજય કહે તે ભવિ પ્રાણી,
- નિજ આતમ હિત સાધે....ભવિ...૧૩
શ્રી સિદ્ધાચલજીનાં સ્તવન
તે દિન કયારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું રૂષભ નિણંદને પૂજવા, સુરજકુંડમાં ન્હાશું...તે દિન...૧
સમવસરણમાં બેસીને, જિનવરની વાણી. સાંભળશું સાચા મને, પરમારથ જાણી .... તે દિન...૨
સમક્તિ વ્રત સુદ્ધાં ધરી, સદ્ગુરુને વંદી પાપ સર્વ આલેઈને, નિજ આતમ નિંદી તે દિન... ૩
પડિકમણાં દેય ટંકનાં, કરશું મન કેડે વિષય કષાય વિસારીને, તપ કરશું હેડે..તે દિન... ૪
વહાલા ને ઘેરી વચ્ચે, નવિ કર વેરે; પરના અવગુણ દેખીને, નવિ કહે ચે..તે દિન.... ૫
ધર્મ સ્થાનક ધન વાવરી, છકાયના હેતે પંચ મહાવ્રત લેઈને, પાલશું મન પ્રીતે...તે દિન... ૬
કાયાની માયા મેલીને, પરિષહને સહેલું સુખ દુઃખ સઘલાં વિચારીને સમભાવે રહેશું.તે દિન...૭
અરિહંતદેવને ઓળખી, ગુણ તેહનાં ગાશું ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું...તે દિન...૮