________________
૧૬૭
મા ખમણથી સ્થાનક સાધે, બાંધી જિનવર કર્મ રે; પ્રાણાસુર સિંહાથી કુંડનપુર, ગર્ભે બિહુ સંક્રમે રે.
ભવિ.૧૧ ક્ષત્રિયકુડપુરી સિદ્વારથ નૃપ, ત્રિશલાદે માય રે; હરિલંછન કંચનવર્ણ કાય, ઈમ સગવીસ ભવ થાય રે
ભવિ...૧૨ વર્ધમાન મહાવીર શ્રમણ; એ નામ ત્રણ સુખદાય રે; જ્ઞાનવિમલથી જસ શાસન મહિમા, અવિચલ ઉદય
સવાઈ. ભવિ....૧૩
સામાન્ય જિન સ્તવને
આજ મારા પ્રભુજી! સામું જુઓ,
સેવક કહીને બોલાવે રે, એટલે હું મનગમતું પામ્ય,
રૂઠડાં બાળ મનાવે મારા સાંઈ રે....૧ પતિત પાવન શરણાગતવત્સલ,
એ જશ જગમાં ચાવે રે; મન રે મનાવ્યા વિણ નહિં મૂકું,
એહિજ મારો દાવો. મારા. આજ ૨