________________
૧પ૭
છપ્પન કુમરી અમરી જલકલશે નવરાવિયા,
નંદન તમને અમને કેલીઘરની માહિ; ફૂલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે,
બહુ ચિરંજી આશીષ દીધી તુમને ત્યાંહી હાલે....૧૪ તમને મેરુગિરિ પર સુરપતિએ નવરાવીયા,
નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કેટિ કોટી ચંદ્રમા,
વલી તન પર વારુ ગ્રહગણને સમુદાય હાલે...૧૫
નંદન નવલા ભણવા નિશાળે પણ મુકશુ,
ગજ પર અંબાડી બેસાડી હાટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફેફળ નાગરવેલશું,
સુખડલી લેશું નિશાળીયાને કાજ હાલો....૧૬ નંદન નવલા મોટા થાશે ને પરણાવશું,
વહુવર સરખી જેડી લાવશું રાજકુમાર; સરખા વેવાઈ વેવાણને પધરાવશું,
વરવહુ પંખી લેશું જોઈ જોઈને દેદાર હાલે..૧૭ પિયર સાસર માહરા બેડું પખ નંદન ઉજળા,
' મહારી કૂખે આવ્યા તાત નેતા નંદ; મહારે આંગણ વૂઠા અમૃત દૂધે મેહુલા, મહારે આંગણે ફળીયા સુરતરુ સુખના કંદ હાલ..૧૮