________________
૧૫૩
એકાદશીનું સ્તવન જગપતિ નાયક નેમિ જિર્ણ, દ્વારિકા નગરી સમોસર્યા; જગપતિ વંદવા કૃષ્ણ નરિંદ, જાદવ કોડશું પરિવર્યા...૧ જગપતિ ધીગુણ ફૂલ અમૂલ, ભક્તિગુણે માલા રચી જગપતિ પૂજી પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમકિત શિવરુચી...૨ જગપતિ! ચારિત્ર ધર્મ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહે; જગપતિ ! મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ
કાણ કહે....૩ જગપતિ! તુમ સરિખે મુજ નાથ, માથે ગાજે ગુણનીલે; જગપતિ! કેઈ ઉપાય બતાવશે જેમ રે શિવવધૂ કંતલે....૪ નરપતિ ! ઉજજવલ માગશિર માસ, આરાધે એકાદશી; નરપતિ! એકસો ને પચાસ, કલ્યાણક તિથિ ઉલસી....૫ નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાલ, ચોવીશી ત્રીશે મલી; નરપતિ! નેવું જિનનાં કલ્યાણ, વિવરી કહું આગળ
- વલી...૬ નરપતિ! અરદીક્ષા નમિનાણુ મહિલ જન્મ વ્રત કેવલી; નરપતિ ! વર્તમાન ચોવીશી માંહે, કલ્યાણ કહ્યાં વલી...૭ નરપતિ ! મૌનપણે ઉપવાસ, દોઢશે જપમાલા ગણે; નરપતિ! મન વચ કાય પવિત્ર, ચરિત્ર સુણે સુવતતણે...૮