________________
૧૩૧
()
પાર્થ પ્રભુ શંખેશ્વરા મુજ દરિસણ વેગે દીજે રે; તુજ દરિસણ મુજ વાલહું જાણું અહનિશ સેવા કીજે રે....૧ રાત દિવસ સુતા જાગતાં મુજ હૈડે ધ્યાન તમારું; જીભ જપે તુજ નામને તવ ઉલસે મનડું હારું રે..૨ દૈવ દીચે જે પાંખડી તો આવું તુમ હજૂર; મુજ મન કેરી વાતડી કહી દુઃખડાં કીજે દૂર રે..૩ તું પ્રભુ આતમ મારો પ્રાણ જીવન મુજ દેવ રે, સંકટ ચૂરણ તું સદા, મુજ મહેર કરે નિત મેવ રે.....૪ કમળ સૂરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા મોર; દૂર થકી તિમ રાખજે, મુજ ઉપરે અધિક સ્નેહ રે...૫ સેવક તણું વિનંતી અવધારી સુનજર કીજે; લબ્ધિ વિજય કવિ પ્રેમને પ્રભુ અવિચલ સુખડાં દીજે રે...૦
છાની છાની પ્રભુજી કહું વાત, પ્યારા સમક્તિ આપે;
લેવા લેવા મુક્તિનું રાજ. મારા ૦૧ આ સંસારે બહુ બહુ ભમિ,
ભવભવ દુઃખી થઈ રડવળી;
મ મ શિવપુરને સંગાત ૦૨ લાખ ચોર્યાશી ફેરા ફરવા, આપ સરીખા અમને ગણવા;
આપ આપે અક્ષય સુખરાજ ધ્વારા ૦૩