________________
૧ર૭
રૈવતગિરિ મંડનરાયા, કલ્યાણ તીન સહાયા. દીક્ષા કેવલ શિવરાયા, જગતારક બિરૂદ ધરાયા,
તુમ બેઠે ધ્યાન લગાયા.તુમ...મેં.
અબ અને ત્રિભુવન રાયા, મેં કર્મો કે વશ આયા હું ચતુગતિ ભટકાયા, મેં દુઃખ અને તે પાયા,
તે ગીનતી નાહી ગણાયા...તુમ...મેં..
મેં ગર્ભવાસમેં આયા, ઉંધે મસ્તક લટકાયા આહાર સરસ વિરસ ભુકતાયા, એમ અશુભ કરમ ફલ પાયા;
ઈણ દુઃખસે નાહી મુકાયા. ઈણ....મેં
નરભવ ચિંતામણું પાયા, તબ ચાર ચાર મીલ આયા મુજ ચૌટે મેં લૂંટ ખાયા, અબ સાર કરે જિનરાયા,
કિસ કારણ દેર લગાયા...કિસ..મેં
જિણે અંતરગતમેં લાયા, પ્રભુ નેમિ નિરંજન યાયા દુ:ખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા,
ફિર સંસારે નહીં આયા ફિર...મેં મેં દુર દેશસે આયા, પ્રભુ ચરણે શીશ નમાયા મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારે મહારાયા,
એમ વીરવિજય ગુણ ગાયા એમ...મેં....