________________
૧૨૫ જગતારક જિનરાજ ! બિરૂદ છે તુમ તણે લલના, આપ સમક્તિ દાન, પરાયા મત ગણે લલના; સમરથ જાણ દેવ, સેવના મેં કરી લલના, તેહિ જ છે સમરથ, તરણ તારણ તરી લલના૦૩ મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુકલ ધરી લલના, ઘાતી કરમ કરી અંત કે, કેવલશ્રી વરી લલના; જગ નિતારણ કારણ, તીરથ થાપી લલના, આતમ સત્તા ધર્મ, ભકતોને આપી લલના૦૪ અમળા કિમ આજ, વિલંબ કરી રહ્યા? લલના; જાણે છે મહારાજ, સેવકે ચરણ ગ્રહ્યાં લલના; મન માન્યા વિના માહરૂં, નવિ છોડું કદી લલના, સાચે સેવક તેહ, જે સેવ કરે સદા લલના૦૫.. વપ્રામાત સુજાત, કહા મ્યું ઘણું ? લલના, આપ ચિદાનંદ દાન, જનમ સફલ ગણું લલના; જિન ઉત્તમ પદ પ, વિજય પદ દીજીયે લલના, રૂપ વિજય કહે સાહિબ ! મુજરો લીજીએ લલના૦૬