________________
૧૨૩
શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
મુનિસુવ્રત જિન મન મોહ્યું મારું રે,
શરણ ગ્રહ્યું મેં તમારું પ્રાતઃ સમયે જ હું જ્યારે,
મરણ કરું છું તમારું હો જિનજી તૂજ મુરતિ મનેહરણી,
ભવસાગર જલ તરણી.હો...૧ આપ ભરોસો આ જગમાં છે તારે તે ઘણું સારું જન્મ જરા મરણ કરી થાક,
આશરો લીધે મેં તારો.હો...૨. ચું ચું ચીડિયા બેલે, ભજન કરે છે તમારું મૂર્ખ મનુષ્ય જે પ્રમાદે પડીચો છે
નામ જપે નહીં તારૂં..હે....૩ ભેળા થાતાં બહુ શેર સુનું હું કઈ હસે કોઈ રુવે ન્યારૂ સુખી સુવે ને દુઃખી રુવે,
અકલ ગતિ એ વિચારું...હો...૪ ખેલ ખલકને બંધ નાટકને, કુટુંબ કબીલે હું ધારું જિહાં સુધી સ્વારથ તિહાં સુધી,
સર્વે અંત સમયે સહુ ન્યારું...હો..૫. માયાજાળ તણે જોઈ જાણી જગત લાગે છે ખારું, ઉદયરત્ન એમ જાણું પ્રભુ,
તાહરું શરણ ગ્રહ્યું મેં સાચું..હો...૬