________________
૧૨૧
મલિલનાથ જિન મુજ વિનતીજી, અવધારો અરિહંત દંભ વિના હું દાખવું જ, અચરિજ એહ અનંત; ગુણવંતા સાહિબ દર્શન, જ્ઞાન નિધાન,
તે આપીને દીજીયેજી સેવક આપ સમાન..૧ વીતરાગતા દાખવો, રંજે સવિ ભાવે ચિત્ત; અપરિગ્રહી ત્રિગડે વસો જી, ભેગો સુરના વિત્ત ગુણવંતા..૨ કુંભ કરે પદ સેવના જી, લંછન મિસિ પ્રભુ પાય; તે તારક ગુણ આવીએજી,ઘટમાં તુમ પસાય ગુણવંતા..૩ કુંભ થકી જે ઉપને જી, મુનીપતિ મહી માંહ; રાણું પ્રભાવતી નંદનો જી,મહિમાવંત અથાહ ગુણવંતા...૪ લીલા લચ્છી દીચે ઘણજી, નીલા વાને અદીન; ન્યાયસાગર પ્રભુ પદ કાજે,
મન મધુકર લયલીન ગુણવંતા...૫
જિનરાજા તાજા મલ્લિ બીરાજે ભોયણી ગામમેં દેશ દેશકે જાવુ આવે, પૂજા સરસ રચાવે મહિલજિનેશ્વર નામ સિમરકે,
મન વાંછિત ફલ પાવેજી...જિન...૧ ચતુર વરણકે નર નારી મિલ, મંગલ ગીત કરાવે જય જયકાર પંચ ધ્વનિ વાજે,
શિર પત્ર ધરાવે છે...જિન...૨