________________
૧૦૫
(૨) સ્વામી તુમે કાંઇ કામણ કીધું,
ચિત્તડું હમારું ચારી લીધું
સાહેખા વાસુપૂજ્ય જિષ્ણુ દા,
મેાહના વાસુપૂજ્ય જિષ્ણુ દા
અમે પણ તુમશું કામણુ કરશું,
ભતે ગ્રહી મન ઘરમાં ધરશ'. સાહેબા ૧
મન ઘરમાં ધરીયા ઘર શેાભા,
દેખત નિત્ય રહેશે। થિર શેાલા;
મન વૈકુંઠ અકુતિ ભકતે,
ચેાગી ભાખે અનુભવ ભકતે. સાહેબા ૨
લેશે વાસિત મન સ`સાર,
લેશરહિત મન તે ભવપાર;
જો વિશુદ્ધ મન ઘર તુમે આવ્યા,
પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સાહેમા ૩
સાતરાજ અલગા જઇ બેઠા,
પણ ભગતે અમ મનમાંહે પેઠા;
અળગાને વળગ્યા જે રહેવું,
તે ભાણા ખડખડ દુઃખ હેવું. સાહેબા ૪
ધ્યાતા-ચેય–યાનગુણુ એકે,
ભેદ છેદ કરશુ હવે ટેકે;
ક્ષીર-નીર પરે તુમ' મળશું,
વાચકયશ કહે હેજે હળશુ.. સાહેબા પ