________________
૧૦૬
(૩)
પૂજના તે કીજે રે બારમા જિનતાણું રે
જસુ પ્રગટ પૂજ્ય સ્વભાવ પરકૃત પૂજા રે જે ઈચછે નહીં રે સાધક કારજ દાવ ૧
દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે ભાવ પ્રશસ્તને શુદ્ધ પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ઘણી વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ ૨ અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે નિર્મળ પ્રભુ ગુણરાગ સુરમણિ સુરઘટ સુરતરૂતું છતે રેજિનરાગી મહાભાગ ૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે પ્રભુ પ્રભુતા લયલીન શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે તસુ આસ્વાદન પીન ૪
શુદ્ધ તવ રસ રંગી ચેતના રે પામે આત્મસ્વભાવ રે આત્માવલંબી નિજ ગુણ સાધતો રે પ્રગટે પૂજ્ય સ્વભાવ રે ૫
આપ અકર્તા સેવાતી હુએ રે સેવક પૂરણ સિદ્ધિ નિજ ધન નદીયે પણ આશ્રિત લહે રે અક્ષય અક્ષર રિદ્ધિ ૬
જિનવર પૂજા રે તે નિજ પુજના રે, પ્રગટે અન્વય શક્તિ પરમાનંદ વિલાસી અનુભવે રે દેવચંદ્ર પદ વ્યક્તિ છ