________________
૧૦૪
અધ્યાતમ જે વસ્તુવિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસી રે
શ્રી શ્રેયાંસ ૬
શ્રી વાસુપૂજ્ય સ્વામી સ્તવન
(૧)
શ્રી વાસુપૂજ્ય નારેશ્વરૂ રે, નંદ જ્યા જસ માય, શ્રી વાસુપૂજ્ય ને પૂજતા રે, મંદિર રિદ્ધિ ભરાય; ભવિજન પૂજે એ જિનરાય, જિમ ભવજલધિ તરાય,
ભવિકજન...૧ સોહે સોવન સિંહાસને રે, કુંકુમ વરણી કાય, જિમ કંચનગિરિ ઉપરે રે, નૂતન ભાણ સહાય
ભવિકજન...૨ દર્શન મિષિ વિનંતી કરે રે, મહિષી સુત જસ થાય, લેકે હું સંતાપો રે, છુટુ તુમ પસાય.
ભવિકજન...૩ મનરંજે એ રાતડે રે, એ તે જુગતે ન્યાય; . જે ઉજજવલ મન કરે છે એ તો અચરિજ થાય
ભવિકજન...૪ બાર ઉઘાડે મુક્તિના રે, બારમો જિનરાય; કીર્તિવિજય ઉવજઝાયને રે વિનયવિજ્ય ગુણ ગાય
ભવિકજન....૫