________________
૧૦૩
જેઠવદિ છઠ્ઠ દિનેજી, ફાગણ વદિ રે જોય; બારસ દિને જન્મીયાજી, કંચન વરણી હાય રે. ૨ એંશી ધનુષ કાયા કહીજી, જાસ સુંગધી રે સાસ; ફાગણ વદિ તેરસે ગ્રહે રે, સંયમ સુખ આવાસ રે. ૩ જ્ઞાન અમાસ મહામાસની, આયુ રાશી લાખ વર્ષ ફાગણ વદિ શિવ વર્યાજી, ત્રીજ દિન એમ ભાખે રે. ૪ જિન કલ્યાણક દીઠડાજી, ધન્ય ઉત્તમ નરનાર, પ કહે સફળે કર્યો છે, માનવનો અવતારજી. ૫
(૩). શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુક્તિગતિ ગામી રે
શ્રી શ્રેયાંસ ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે મુખ્ય પણે જે આતમરામી, તે કેવલ નિકામી રે
શ્રી શ્રેયાંસ ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે,તે ન અધ્યાતમ કહિયે રે
શ્રી શ્રેયાંસ ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે,તો તેહશું રઢ મડે રે
શ્રી શ્રેયાંસ ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિવિકલ્પ આદરજે રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી,હાન ગ્રહણ મતિ ધરજે રે
શ્રી શ્રેયાંસ પ