________________
આતમ અરપણ વસ્તુ વિચારતાં,
ભરમટળે મતિદોષ, સુજ્ઞાની; પરમપદારથ સંપત્તિ સંપજે,
આનંદઘન રસ પષ, સુજ્ઞાની– ૬
(૨) તુમ હો પર ઉપગારી સુમતિ જિન તુમ હે પર ઉપગારી પંચમ જિન પંચમ ગતિ દાયક પંચ મહાવ્રતધારી પંચ પ્રમાદ મતંગજ ભેદન પંચાનન અનુકારી સુમતિ–૧ પંચ વિષય વિષધરતતિ ખગપતિ પંચ સર મદન વિકારી આશ્રવ પંચ તિમિર–ભર દિનકર, કિરિયા પંચ નિવારી–૨ પંચાચાર સુકાનન જલધર, પંચમાંહી અધિકારી. આગમ પંચ અમૃત રસ વરસી દુરિત દાવાનળ ઠારી-૩ મેતારજ અપરાધી વિહંગમ, ચરણે રાખ્યો શિરધારી પરષદામાંહી આપ વખાણ્ય, ક્રૌંચ સ્વરા સુરનારી––૪ મેઘ નૃપતિ કુળ મુગુટ નગીને, મંગલા ઉર અવતારી ક્ષમા વિજય બુધશિશ કહે જિન, ગર્વથી સુમતિ વધારી—પ
૩) સુમતિનાથ ગુણ શું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ તેલ બિન્દુ જિમ વિસ્તરેજી, જલમાંહી ભલી રીતિ સોભાગી જિનશું, લાગ્યો અવિહડ રંગ–૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય પરિમલ કસ્તુરી તણાજી, મહી માંહી મહકાય સેભાગી–૨