________________
શ્રી સુમતિનાથ પ્રભુનાં સ્તવને
(૧)
સુમતિ ચરણ-કજ આતમ અરપણ,
દર૫ણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ-તર પણ બહુ સમ્મત જાણીએ,
પરિસર પણ સુવિચાર, સુજ્ઞાની–૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા,
બહિરામ ધુરિ ભેદ, સુજ્ઞાની; બીજે અંતર આતમ તીસરે,
પરમાતમ અવિવેદ, સુજ્ઞાની–૨. આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો,
બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો સાખી ઘર રહ્યો,
અંતર આતમ રૂપ, સુજ્ઞાની-૩ જ્ઞાનાનંદે પૂરણ પાવન,
વજિત સકલ ઉપાધ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ,
ઈમ પરમાતમ સાધ, સુજ્ઞાની–૪ બહિરાતમ તજી અંતર આતમા,
રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું,
આતમ અર્પણ દાવ, સુજ્ઞાની–૫