________________
નીકટ ભવીને સહુ કોઈ તારે, એમાં શું અધિકાઈ દૂર ભવીને જે તમે તારે, તો તુજ જસ જગમાંહિ
સેવક...૪
વીર્ય ઉલ્લાસ થાયે તવ ચેતન, આલબંને ગ્રહ તારું રંગવિમલ મુનિ શુભ ઉપગે, તોડે મેહ અંધારું
સેવક...૫
(૪). સંભવ જિનવર વિનતિ અવધારે ગુણગાતા રે; ખામી નહી મુજ ખીજમતે,કદીય હોશ ફળદાતાસંભવ–૧ કરજેડી ઊભો રહું, રાતદિવસ તુમ દયાને રે, જે મનમાં આણે નહિ, તો શું કહીએ છાનો રે સંભવ–૨ બેટ ખજાને કે નહિ, દીજીએ વંછિત દાનો રે, કરૂણાનજર પ્રભુજીતણું, વાધે સેવક વાને રે સંભવ-૩ કાળલબ્ધિ નહિ મતિ ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથે રે સંભવ-૪ દેશે તે તુમહિ ભલું, બીજા તે નવિ જાચું રે, વાચકયશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે સંભવ–પ