________________
૮૪
શ્રી સંભવનાથ પ્રભુનાં સ્તવને
સાહેબ સાંભળે રે સંભવ અરજ અમારી, ભવભવ હું ભમ્યો રે ન લહી સેવા તમારી નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિ તુમ વિના દુઃખ સહ્યાં રે
અહોનિશ ક્રોધે ધમધમિસાહેબ...૧ ઈદ્રિયવશ પડયો રે પાલ્યાં વ્રત નવિ સૂસે ત્રસ પણ નવિ ગણ્યા રે, હણિયા થાવર હૂસે વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજુ સાચું ન બોલ્યું પાપની ગોઠડી રે,
તિહાં મેં હઈડું ખોલ્યું....સાહેબ...૨ ચોરી મેં કરી રે ચઉવિહ અદત્ત ન ટાળ્યું શ્રી જિન આણશું રે, મેં નહિ સંયમ પાલ્યું મધુકરતણું પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો રસના લાલચે રે,
નીરસ પિંડ ઉગે સાહેબ...૩ નરભવ દોહિલો રે, પામી હવશ પડિયો પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયે કામ ન કો સર્યા રે પાપે પિંડ મેં ભરિયે શુદ્ધ બુદ્ધ નવિ રહિ રે,
તેણે નવિ આતમ તરિચ...સાહેબ...૪