________________
(૧૪)
ગિરિવરિયાની ટોચે રે,
જગગુરૂ જઈ વસ્યા રે લલચાવી લાખ કઈ નવિ લેખજે,
આવી તળેટીને તળીયે ટળવળું રે,
સેવક ઉપર જરા મહેર કરીને દેખજે...૧ કામ, દામ, ધામ, હું નથી માંગત,
માંગુ માંગણ થઈને ચરણ હજુર જે કાયા નિર્બલ છે તે પ્રભુજી જાણજે,
આપ પધારે દિલકે દિલડા પૂરજો...૨ જન્મ લીધે તે દુખિયાના દુઃખ ટાળવા
તે ટાળી સુખીયા કીધા નાથ જે તુમ બાળકની પેરે હું પણ બાલુડે,
નમિ વિનમી જ્યે ધરજે મારો હાથ જે...૩ જિમ તિમ કરીને આ અવસર મળે,
સ્વામી સેવક સામાસામી થાય જે વખત જવાને ભય છે મુને,
| દરસિણ ઘો તો લાખના કહેવાય જે..૪ પંચમ કાલે પ્રભુજી મળવા દેહિલા,
તે પણ મળીયા ભાગ્યતણે નહિ પાર જે ઉવેખી નહિ પીડા માટે સાહિબા,
એક અરજને મળી લેજે હજુર જે...૫