________________
s૫
(૧૩)
શેભા શી કહું રે શેત્રુ જા તણી રે,
જીહાં વસીયા છે પ્રથમ તીર્થકર દેવજે રૂડી રાયણુતળે ઋષભ સમેસર્યા,
ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવજો..૧ નિરખે તે નાભિરાયા કેરા પુત્રને,
માતા મરૂદેવી કેરા નંદ જે રૂડી રે વિનીતા નગરીને ધણી, | મુખડુ સોહીયે સરદ પુનમને ચંદ જે.૨ નિરખ્યો રે નારી કંથને વિનવે,
પીયુડા મુજને પાલીતાણું દેખાડ એ ગિરિ પૂર્વનવાણું સમેસર્યા,
માટે મુજને આદીશ્વર ભેટાડજે.૩ મારે જવાની ઘણી હેશ છે,
ક્યારે જાઉં ને ક્યારે કરૂં દર્શન તે માટે મારું મન તલસે ઘણું,
નયને નિહાળું તે ઠરે મારાં લોચન જે.૪ એવી તે અરજ ભલા એ સાંભળે,
હુકમ કરે તે આવું તમારી પાસે જે મહેર કરીને એકવાર દરિસણ દીજીએ
શ્રી શુભવીરની પહોંચે મનની આશ જે..૫