________________
૬૮
સાહેબા ઘણે રે નેહ, અંતરજામી છે મારા મરૂદેવાના નંદ સુનંદાના કંથ
ઘડીય ન વિસરે માહરા સાહિબા....૨ સાહિબા લઘુ થઈમન માહરૂ તિહાં રહ્યું તુમ સેવાને કાજ તે દિન કયારે આવશે, હશે સુખને આવાસ,
ઘડીય...૩ જી રે પ્રાણેશ્વર પ્રભુજી તુમે, આતમના રે આધાર મારે પ્રભુજી તુમ એક છે, જાણજે નિરધાર
ઘડીય...૪ સાહિબ એક ઘડી તુમ વિના, જાએ વરસ સમાન પ્રેમ વિરહ હવે કેમ ખમું, જાણે વચન પ્રમાણ
ઘડીય-૫ સાહિબા અંતરગતની વાતડી, કહે કેને કહેવાય વહાલેશ્વર વિસવાસીયા,કહેતાં દુઃખ થાય સુણતાં સુખ થાય
ઘડીયાદ
સાહિબા દેવ અનેક જગમાં વસે, તેની રિદ્ધિ અનેક તુમ વિના અવરને નહિ નમું, એવી મુજ મન ટેક
ઘડીય...૭ જી રે પંડિત વિવેકવિજય તણે, પ્રણમે શુભ પાય હરળવિજય શ્રીષભના જુગતે ગુણ ગાય
ઘડીય-૮