________________
૧૦૪
પરિશિષ્ટ
રણમાંહે રાવણ દશે મસ્તક, રડવડયાં શુંપે કહ્યાં, તેમ મુંજરાજ દુઃખ પુંજ પામ્ય, અપજશ જગમાંહે લશે. ૮
શિયળ સલુણા રે માણસ સેહીએ;
વિણ આભરણે રે જગ મન મોહીએ. મહા સુર નર કરે સેવા, વિષ અમિય થઈ સંચરે, કેસરી સિંહ શિયાળ થાયે, અનલ અતિ શીતળ કરે;
સાપ થાયે ફૂલમાળા, લચછી ઘર પાણી ભરે, - પર નારી પરિહરિ શિયળ મન ધરી, મુક્તિ વધૂ હે લાવ રે. ૯
તે માટે હું રે વાલમ વિનવું;
પાય લાગી ને રે મધુર વયણે સ્તવું. વયણ મહારું માનીને, પરનારીથી રહો વેગળા, અપવાદ માથે ચઢે મહટા, નરકે થઈએ દેહલા; ધન્ય ધન્ય તે નરનારી જે જગ શિયળ પાળે કુળતિ, તે પામશે જશ જગમાંહી, કુમુદચંદ સમ ઊજળે. ૧૦
તપગચ્છનભેનમણિ પરમપૂજ્ય પં. મણિ વિજયજીના શિષ્યરત્ન તિષશિરોમણિ
પદ્મવિજયજી મહારાજની સજઝાય દેવ–સમા ગુરુ પમવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી, કઈ વાતે નહિ અધુરા; મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુદર્શન સુખકારી મુનિ
એ આંકણી છે