________________
પરિશિષ્ટ-૨
સઝાયો - શ્રી જયભૂષણુ મુનિની સજઝાય
(શીલ સેહામણું પાળીએ-એ દેશી.) નમો નમો જયભૂષણ મુનિ, દૂષણ નહીં લગાર રે, શેષણ ભવજલ સિંધુના, પોષણપુન્ય પ્રચાર રે. ન. ૧ કીર્તિભૂષણ કુલ અંબરે, ભાસન ભાનુ સમાન રે, કેસંબી નયરીપતિ, માય સ્વયંપ્રભા નામ છે. ન. ૨ પરણ નિજ ઘરે આવતાં, સાથે આવે પરિવાર રે, જયધર કેવલી વંદીયા, નિસુણી દેશના સાર રે. ન. ૩ પૂરવ ભવની માતડી, પરણી તે ગુણગેહ રે; જયસુંદરી સ્વયંવરા, આણ અધિક સનેહ રે. નમે. ૪ તે નિસુણીને પામી, જાતિસ્મરણ તેહ રે; સંયમલે સહસ પુરુષ સ્પે, વનિતા સાથે અ છેહ રે. નમે. ૫ એક અનંતપણે હેયે, સંબંધે સંસારે રે, એણી પરે ભાવના ભાવતાં, વિચરે પૂરવ ધાર રે. નમે. ૬ ઘાતિ-કમ–ક્ષયે ઊપનું, કેવલજ્ઞાન અનંત રે, પર ઉપગાર કરે ઘણા, સેવે સુરનર સંત રે. નમો. ૭ ઈમ વિરમે જે વિષયથી, વિષ સમ કટુ કુલ જાણી રે, જ્ઞાનવિમલ ચઢતી કલા, થાયે તે ભવિ પ્રાણી રે. નમે. ૮