________________
૩ર૭
સમાન, મારા આગમ આરાધો ભવિ પ્રાણી, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કમાણી; દેઢો કલ્યાણકની ખાણી, એહ અગ્યારસને દિન જાણી,એમ કહે કેવલ નાણી;પુન્ય પાપ તણી જહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણી, તેહની સરગ નિસાણી, વિદ્યા પૂરવ ગ્રંથે રચાણી, અંગ ઉપાંગ સૂત્રે ગુથાણી, સુણતાં દીએ શિવરાણી. મેરા જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભારી; ધર્મ કરે તસ ઉપર યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડ મંડલ મહાવીરજી તારી, પાપ ૫ખાલી જિન જુહારી, લાલવિજય હિતકારી માતંગ જક્ષ કરે મનોહારી, આલગ સારે સુર અવતારી, શ્રી સંઘનાં વિન નિવારી | ૪
चार शरणां મુજને ચારે શરણાં હેજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાસિયા, રત્ન અમૂલખ લાધું છે; મુજને તેના ચિહુંગતિતણાં દુખ છેદવાં, સમરથ શરણ એહો છે; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કયાં શરણ તેહ છે; મુજને મારા સંસારમાંહે જીવને, સમરથ શરણાં ચારે જી; ગણું સમય સુંદર એમ કહે, કલ્યાણ મંગલ કરો ; મુજને