________________
- ર૪ર
વસ્તુ બે છે જેહની, તે નમીમેં કરજેડી. દા સાતમું શ્રીઆત્મપ્રવાદ પૂર્વ, વસ્તુ સોલ તસ કહીએ, કોડી છવીસ પદ પ્રણમતાં, તત્ત્વ પદારથ લહીએ. આવા આઠમું કર્મપ્રવાદ પૂર્વ, વસ્તુ ત્રીસ તસ જેય, એંશી સહસ કેડીપદ, નમતાં શિવસુખ હાય. પ્રત્યાખ્યાન નવમું પૂર્વ, વસ્તુ વીશ છે જેહ, લાખ ચોરાસી પદ વલી, નમતાં ભવદુઃખ છે. લા વિદ્યાપ્રવાદ દશમું પૂર્વ, પનર વસ્તુ તસ જાણીયે, એક કડી દશ લાખ પદ, નમતાં સવિ પાપ ગમીએ. એકાદશમું કલ્યાણ પૂર્વ, વસ્તુ બાર કહેવાય, છવીસ કડી પદ જેહનાં, નમતાં શિવસુખ થાય.૧૧ પ્રાણવાય એ બારમું પૂર્વ, વસ્તુ જેની તેર, છપનલાખ એકકેડી પર, નમતાં નહિ ભવ ફેર. ૧રા ક્રિયાવિશાલ તેરમું પૂર્વ, વસ્તુ જેહની ત્રીશ, નવકડી પદ તેહનાં, નમતાં અધિક જગીશ. ૧૩ાા લોકબિંદુસાર ચઉદમું પૂર્વ, વસ્તુ પચીસ તસ જાણ, સાડાબાર કડીપદ જેહનાં, નમતાં કેડી કલ્યાણ. ૧૪