________________
- ૧૭૬
ધુરિકંદ, તપ તુલના પણ નવિ કરે, દૂરે ભવભય કંદરે. મુનિ. સત્યે સમકિત ગુણ વધે, અસત્ય ભવદુઃખ થાય, સત્ય વદતાં પ્રભુ તણું, આણા નવિ લોપાય રે. મુનિ એક અસત્ય થકી જાઓ, રૂલે ચઉગતિ સંસાર, વસુ પર્વત પ્રમુખ બહુ, તેહના છે અધિકાર રે. મુનિ. છેલા સત્યપણું ભવિ આદરો, સકલ ધર્મનું સાર, જ્ઞાનવિમલ ગુણ આશ્રયી, સમજે શાસ્ત્ર વિચારો. મુનિ. ૧૦
દુહા
ભાવ શૌચથી સત્યતા, મનશુદ્ધિ તે હોય, દ્રવ્ય શૌચસ્નાનાદિકે, પાપપંકનવિ ઘોયલા જે જલથી કલિમલટલે, તે જલચર સવિ જીવ, સદગતિ પામે સર્વથા, અવિરતિ તાસ અતીવાર છે
ઢાળ ૮ મી પ્રથમ વાલા તણે ભવે છ–એ દેશી શૌચ કહી જે આઠમો જી, મુનિવર કેર ધર્મ, અંતર મલ નાશે કહે છે, પરમ મુકિતનું શર્મ, સલુણ સંયમ ફલ રસ ચાખ, વિષયાદિક વિષ કુલડે, તિહાં રસીયું મન અલિ રાખ, સલુણા. એ