________________
૧૧૭
एकादशीनुं स्तवन અજિત જિષ્ણુ દશું પ્રીતડી—એ દેશી.
અવિચલ વ્રત એકાદશી, એમ ભાખે હા શ્રી જિન વધુ માન કે ગૌતમ ગણધર સાંભળેા, એ તિથિના હૈા માટેા મંડાણ કે, અવિચલ ॥ ૧ ॥ મૃગસર સુદિ એકાદશી,મલ્લિજિનનાં હા થયાં ત્રણ કલ્યાણકે, જન્મ અને દીક્ષા ગ્રહી, વલી પામ્યા હૈ। પ્રભુ કેવલનાણુ કે, અવિચલ॰ ૫રા શ્રી અરજિને વ્રત આદર્યું, નમિ જિષ્ણુ દે હા લઘુ કેવલજ્ઞાન કે, પંચ કલ્યાણક પ્રગટચાં, તેણે દિવસે હા હવા પંચે પ્રધાન કે, અવિચલનાા પંચભરત પંચ ઐરવતે,દક્ષેત્ર હા ગણતાં પચાસ કે,અતીત અનાગત કાલનાં,કલ્યાણક હા દેઢસે ઉલ્લાસ કે, અવિચલ ૫૪૫ અનંત ચાવિસી ઈણીપરે, હાવે તપના હા ઉપવાસ અનંત કે,કીધે લાભ ઘણા હાવે, તે દિવસ હેા સહુ માંહે મહંત કે, અવિચલ॰ ॥ ૫॥ મૌનવ્રત પાલ્યું ભલું, ગ્રહી સંજમ હા પ્રભુ મલ્લિનાથ કે, મૌન એકાદશી તિણે થઈ, તપ કરતાં હા લહીયે શિવપુર સાથ કે, અવિચલ ॥૬॥ જેણે દિન લીજે એકાદશી, જ્ઞાન પૂજા હા કીજીએ વિધિ જાણ કે, દેહ રે સ્નાત્ર કીજીયે ગુરુમુખથી હા,લીજીયે પચ્ચખ્ખાણ કે, અવિચલ૦