________________
(૧૧૨
કુમતિ પાપા સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગિચાર હજાર બિંબ સ્થાપ્યાં હો, કુમતિ પેદા સંવત બાર બહોતેર વર્ષે ધન સંઘવી જેહ; રાણકપુર જિન દેહરાં કરાવ્યાં, ક્રોડ નવાણું દ્રવ્ય ખર
ચ્યાં હો, કુમતિ મહા સંવત તેર એકોતેર વર્ષે, સમરોશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શત્રુંજય કી, અગિયાર લાખ દ્રવ્ય ખરચે હો, કુમતિ દ્રા સંવત પંદર સત્યાશી વરસેં, બાદશાહને વારે, ઉદ્ધાર સેલમ શત્રુંજયક,કર્મશાએ જશ લીધે હો, કુમતિ મેલા જિન પ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધ તુમેં પ્રાણી, જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની એ વાણી હો, કુમતિ૧છે
श्री सीमंधर जिन स्तवन
ઢાળ પંદરમી આજ મારે એકાદશી રે, નણદલ મન કરી મુખ રહીયે
એ દેશી ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે, ધન્ય.